Vadodara News: શિનોર નજીક નર્મદા નદી બે કાંઠે, તંત્ર દ્વારા નદી કાંઠાના 11 ગામોને એલર્ટ કરાયા
નર્મદામાંથી પાણી છોડાતા પ્રથમવાર નદી બે કાંઠે વહી;
વડોદરાના શિનોર નજીક નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદામાંથી પાણી છોડાતા પ્રથમવાર નદી બે કાંઠે વહી રહી છે. ભંડારેશ્વર મંદિરના પગથિયા નદીના...
વડોદરાના શિનોર નજીક નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદામાંથી પાણી છોડાતા પ્રથમવાર નદી બે કાંઠે વહી રહી છે. ભંડારેશ્વર મંદિરના પગથિયા નદીના પાણીમાં ગરકાવ થયા છે. નર્મદા નદી બે કાંઠે વહેતા લોકોમાં પણ ખુશી જોવા મળી છે. નદી બે કાંઠે વહેતી થતા ભૂગર્ભમાં પાણી ઉતરશે. તંત્ર દ્વારા નદી કાંઠાના 11 ગામોને એલર્ટ કર્યા છે.
શિનોર નજીક નર્મદા નદી બે કાંઠે
નર્મદા ડેમ સરદાર સરોવરના 15 ગેટ 2.75 મીટરે ખોલી 2લાખ 86 હજાર ક્યુસ્ક પાણી નર્મદા નદીમાં છોડાતા શિનોરમાંથી પસાર થતી નર્મદા નદી સીઝનમાં પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે. ભંડારેશ્વર મહાદેવ મંદિરના ઘાટના 50 પગથિયાં નદીના પાણીમાં ઘરકાવ થયા છે. ભંડારેશ્વર મહાદેવ મંદિરના ઘાટના ટોટલ 100 પગથિયાંમાંથી 50 પગથિયાં નર્મદા નદીના પાણીમાં ઘરકાવ થયા છે.
11 ગામોને એલર્ટ કર્યા
શિનોર તાલુકામાં નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં ભૂગર્ભમાં પાણી ઉતરશે. તાલુકાના અને આજુબાજુ વિસ્તારના લોકો માટે લાભકારી સાબિત થશે. ગઈકાલથી અત્યાર સુધી સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં 4 લાખ ક્યુસ્ક ઉપર પાણી છોડાયું. શિનોર, માલસર, સુરાશામળ, માંડવા, બરકાલ, મોલેથ, ઝાંઝડ, કંજેઠા, અંબાલી, દરિયાપુરા, અનસૂયા ગામોને એલર્ટ કરાયા છે. નદી કાંઠાના 11 ગામોના તલાટીને એલર્ટ કર્યા તંત્રએ લોકો નદી કિનારેના જાય તેની કાળજી રાખવા સૂચન કરાયું છે.